મતદારોને ઠેકાણે પાડવાની ધમકી આપનાર મધુ શ્રીવાસ્તવ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

0
8

વડોદરા,તા.૭
તીખા બોલ માટે જાણીતા વાઘોડીયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મતદારોને ધમકી આપતો વીડિયો વાઇરલ થયા બાદ વિવાદ છંછેડાયો છે. મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલી સભામાં એક પ્રવચન દરમિયાન એવું સંબોધન કર્યુ હતું કે ગેરકાયદેસર રહેતા લોકો કાન ખોલીને સાંભળો દરેક બુથ પરથી કમળ ન ખીલ્યુ તો ઠેકાણે પાડી દઈશ, આ ધમકી આપતો વીડિયો વાઇરલ થયા બાદ મધુ શ્રીવાસ્તવ સામે કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ આપી હતી.
મધુ શ્રીવાસ્તવની આ દબંગાઈ વિરુદ્ધ વડોદરા કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ આપવામાં આવી છે. વડોદરાના કલેક્ટર ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે અમને મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે અને કોંગ્રેસે પણ ફરિયાદ આપી છે જેથી ચૂંટણીના નોડલ આૅફિસરને આ અંગે તપાસના આદેશ આપી દીધા છે.
કોંગ્રેસે પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે તેમની સામે સુઓ મોટો થાય અને કાયદેસરના પગલા લેવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY