પાટણ,તા.૭
પાટણ ખાતે ભાજપના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે કરેલા વિવાસ્પદ નિવેદન બદલ ચૂંટણી વિભાગની કાર્યવાહીમાં અટવાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે હાલમાં તેમના નિવેદન મામલે ચૂંટણી વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને જા નિવેદન આચારસહિંતા ભંગ કરતું હશે તો ચૂંટણી વિભાગ દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે .
પાટણ ખાતે ૩ એપ્રિલના રોજ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ફોર્મ ભરવા પૂર્વ યોજાયેલ સભામાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર દ્વારા જાહેર મંચ પરથી સર્જીકલ સ્ટ્રાઈકના સબૂત માગતા કોંગ્રેસના આગેવાનોને બામ્બ સાથે બાંધીને ફેંકી દો તેવું વિવાસ્પદ નિવેદન કર્યું હતું અને જેને લઇ સમગ્ર કોંગ્રેસ પક્ષમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા ચર્ચાનો વિષય બન્યો હતો ,ત્યારે કેબિનેટ મંત્રીના નિવેદન મામલે આંતરરાજ્ય કક્ષાએથી પાટણ લોકસભાની ચૂંટણી માટે આવેલ ઓબ્ઝર્વર ટીમ દ્વારા ચૂંટણી વિભાગ પાસે વિવાસ્પદ નિવેદનનો વિડીયો માગ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




