હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી, ફાયર એક્સટેન્ગ્યુશરમાં ફોમના બદલે પાણી

0
8

વડોદરા,તા.૧૧
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના પહેલા માળે કેબલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. કેબલમાં લાગેલી આગને બુઝાવવા માટે હોસ્પિટલમાં મૂકવામાં આવેલા ફાયર સેફ્ટીના તમામ સાધનો એક્સપાઇરી ડેટના નીકળ્યા હતા. જેથી દર્દીઓની સલામતીના સવાલો ઉભા થયા છે.
સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના પ્રથમ માળે કેબલમાં આગ લાગી હતી. પહેલાં માળે ધુમાડા નીકળતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગને બુઝાવવા માટે હોસ્પિટલમાં મૂકવામાં આવેલા ફાયર એક્સટેન્ગ્યુશર ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ એકપણ ફાયર એક્સટેન્ગ્યુશર કામે લાગ્યા ન લાગતા હોસ્પિટલના તંત્ર સામે દર્દીઓની સલામતી માટેના સવાલો ઉભા થયા છે. નોંધનીય છે કે, જે ફ્લોર ઉપર કેબલમાં આગ લાગી હતી. જાકે, કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી કેબલમાં લાગેલી આગ બૂઝાવી દીધી હતી.
હોસ્પિટલના દરેક વોર્ડમાં દર્દીઓ દાખલ છે. જો હોસ્પિટલમાં મોટી આગ લાગે તો દર્દીઓની સલામતી કેટલી? તે સવાલ ઉભા થયા છે. એ તો ઠીક હોસ્પિટલમાં મૂકવામાં આવેલા મોટા ભાગના ફાયર સેફ્ટીના સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. અને કેટલાક એક્સપાયરી ડેટ થઇ ગયા છે. હોસ્પિટલના કેમ્પસમાં કરોડોના ખર્ચે નવિન બિલ્ડીંગો બનાવવામાં આવી રહી છે. પરંતુ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સલામતી માટેની કોઇ વ્યવસ્થા નથી. આજના બનાવ પછી પણ તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં મોટી સમસ્યા ઉભી થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY