ગાય સંરક્ષણ અને અભિવ્યક્તિની આઝાદીના નામે કથિતરૂપે હુમલા થયા ભારતની ધર્મનિરપેક્ષતા માટે હિંદુ રાષ્ટ્રવાદ ખતરનાકઃ અમેરિકા

0
15

વાશિંગ્ટન,તા.૧૬
અમેરિકાની એક રિપોર્ટે ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી પાર્લામેન્ટરી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા એક દશકાથી હિંદુ રાષ્ટ્રવાદથી ભારતમાં રાજનૈતિક બળ ઉભરી રહ્યુ છે, જેનાથી દેશના ધર્મનિરપેક્ષની પ્રતૃતિને હાની પહોંચી રહી છે. આ રિપોર્ટે ચેતાવણી આપી છે કે સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ દેશમાં ‘બહુમતિ વર્ગની હિંસા’ની વધતી ઘટનાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.
અમેરિકાની અમેરિકી કોંગ્રેસના એક સ્વતંત્ર અને દ્વિપક્ષીય રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસે કથિત રૂપે ધર્મ-પ્રેરિત હિંસાનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાય સંરક્ષણ અને અભિવ્યક્તિની આઝાદીના નામ પર કથિત રૂપે હુમલા થયા છે. ‘ભારતઃ ધાર્મિક આઝાદીના મુદ્દા’ નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સંવિધાન દ્વારા ધાર્મિક સ્વતંત્રતાની સ્પષ્ટ રૂપે રક્ષા કરવામાં આવી છે.
આગળ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની આબાદીમાં હિંદુઓની સંખ્યા સૌથી વધુ છે. પાછલા કેટલાક દશકામાં હિંદુ રાષ્ટ્રવાદથી ઉભરતા રાજકીય બળ ભારતની ધર્મનિરપેક્ષ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યુ છે અને દેશની ધાર્મિક સ્વતંત્રતા પર નવા હુમલાનું કારણ બની રહ્યુ છે.
જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં અમેરિકી ગુપ્તચર એજન્સી CIA બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવ્યાં હતાં. મગો આ સંગઠનોને રાજનૈતિક દબાણ બનાવતા સંગઠન તરીકે ગણાવતા કહ્યુ હતું કે આવાં સંગઠન રાજનીતિમાં કાર્યરત છે અને રાજનૈતિક દબાણ પણ બનાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY