મહિલાનાં ગળામાંથી સોનાની ચેઇન લૂંટી બે બાઈક સવાર ફરાર

0
6

વડોદરા,તા.૧૩
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સી-૫૦૩, બાલકિશન ફ્લેટમાં મંજુલાબહેન ચિમનભાઇ પ્રજાપતિ (ઉં.વ.૫૭) રહે છે. મોડી રાત્રે ૮ વાગે તેઓ પતિ સાથે ચાલવા માટે નીકળ્યા હતા. તે સમયે બાઇક સવાર બે યુવાનો તેઓ પાસે ધસી આવ્યા હતા. અને બાઇક પાછળ બેઠેલ લૂંટારુ મંજુલાબહેનના ગળામાંથી ૩ તોલા સોનાની ચેઇન લૂંટી બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા.રાત્રે ૮ વાગે માંજલપુરમાં બનેલા આ બનાવ બાદ ૯ કલાકે છાણી રોડ નર્મદા કેનાલ પાસે આવેલી ૨૫- આદિત્ય સોસાયટીમાં નિમીષાબહેન દિનેશભાઇ દેવેકર (ઉં.વ.૫૧) રહે છે.
મોડી રાત્રે નિમીષાબહેન પતિ સાથે ચાલવા માટે નીકળ્યા હતા. તે સમયે તેઓના ગળામાંથી ૨૦ ગ્રામ સોનાની ચેઇન લૂંટી બાઇક સવાર લૂંટારુ ફરાર થઇ ગયા હતા.એક જ કલાકના સમયગાળામાં અલગ-અલગ વિસ્તારમાં બનેલા લૂંટના આ બનાવોમાં એક જ ટોળકી હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ માંજલપુર અને ફતેગંજ પોલીસે ઘટના બનેલા વિસ્તારમાંથી સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવા પ્રયાસો શરૂ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY