જલિયાંવાલા બાગ નરસંહારની ૧૦૦મી વરસી, રાહુલ ગાંધીની શહીદોને શ્રદ્ધાંજલિ

0
9

અમૃતસર,તા.૧૩
દેશની આઝાદીના ઈતહાસમાં ૧૩મી એપ્રિલનો દિવસ અત્યંત દુઃખદ દિવસ ગણવામાં આવે છે. ૧૯૧૯માં આ દિવસે જલિયાંવાલા બાગમાં એક શાંતિસભા માટે જમા થયેલા લોકો પર અંગ્રેજ સરકારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અમૃતસરના જલિયાંવાલા બાગના નરસંહાર કાંડને આજે ૧૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘ, મંત્રી નવજાત સિંઘ સિધૂ સહિતના તમામ દિગ્ગજાએ સ્થળ પર પહોંચીને શહીદોને યાદ કર્યા હતા.
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર ડોમનિક એસ્કિથે સવારે જલિયાંવાલા બાગ સ્મારક પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વિઝિટર ડાયરીમાં તેમણે લખેલી પોતાની નોંધમાં આ ઘટનાને બ્રિટિશ-ભારત સરકારના ઈતિહાસની સૌથી શરમજનક ઘટના ગણાવી કરી.
હત્યાકાંડની ૧૦૦મી વરસી પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રાહુલ ગાંધીએ મેમોરિયલની વિઝિટર બુકમાં સંદેશ લખ્યો હતો કે ‘આઝાદી મેળવવા માટે જે કિંમત ચૂકવવામાં આવી છે તેને કિયારેય ભૂલી શકાય તેમ નથી. હું ભારતના લોકોને સલામ કરું છું કે જેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું.’ રાહુલે શુક્રવાર રાત્રે અમૃતસરનાં સુવર્ણ મંદિરમાં પણ દર્શન કર્યા હતા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY