વડોદરા,તા.૧૫
વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વાઘોડિયા અને સાવલી વિધાનસભા બેઠકના દિલ્હીથી આવેલા નિરક્ષક શર્મિષ્ઠા મૈત્રાને રજૂઆત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ શૈલેષ અમીને મધુ શ્રીવાસ્તવને તા.૨૩ એપ્રિલ સુધી વડોદરા લોકસભા બેઠક વિસ્તારમાંથી દૂર કરવા માટે લેખિત રજૂઆત કરી હતી.
વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ શૈલેષ અમીને નિરીક્ષકને જણાવ્યું કે, જાહેરમાં મતદારોને ધમકી આપનાર મધુ શ્રીવાસ્તવ સામે કોઇ ઠોસ કાર્યવાહી નહીં થાય. તો મુક્ત અને ન્યાયિક ચૂંટણી થવી શક્ય નથી. કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને પત્રકારોને જણાવ્યું હતું કે, જાહેરમાં મતદારોને ધમકી આપનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કેસમાં ભીનુ સંકેલી રહી છે. પરંતુ જો તેઓને વડોદરા લોકસભા બેઠક મતવિસ્તારમાંથી ચૂંટણી સુધી દૂર કરવામાં નહીં આવે તો. હું તા.૧૮ અને ૧૯ એપ્રિલના રોજ ચૂંટણી અધિકારી સામે આંદોલન કરીશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




