મતદાનના સમયે હોબાળો, પોલીસે ધક્કા મારીને ગાળો આપી હોવાનો જવાનોનો આક્ષેપ

0
7

વડોદરા,તા.૧૭
વડોદરાના છાણી જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોસ્ટલ મતદાન સમયે ભાદરવાથી આવેલા હોમગાર્ડના જવાનો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હોમગાર્ડ જવાનોએ આક્ષેપ કર્યો હતો કે, અમને ધક્કા માર્યાં અને ગાળો આપવામાં આવી હતી. અને મતદાન કરવા દેવામાં આવતુ નહોતુ. અમે શું કરીએ રજા પાળીને મતદાન કરવા માટે આવ્યા છીએ.
લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર વડોદરા શહેર અને જિલ્લાના ૬ હજાર જેટલા પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. વડોદરા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ અને છાણી જકાતનાકા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન બુથ ઉભો કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલ છાણી જકાતનાકા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ચૂંટણીના દિવસે ફરજ બજાવનાર પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ, એસ.ટી. ડ્ર્રાઇવર્સ, જી.યુ.વી.એન.એલ. જેવા ૫૯૦૧ કર્મચારીઓના મતાધિકારના રક્ષણ માટે વડોદરા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને છાણી જકાતનાકા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીની પૂર્વ રાતથી ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ માટે આયોજીત મતદાનની વ્યવસ્થામાં પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓ ફરજ ઉપર જતા પહેલાં મતદાન કરવા માટે પહોંચી ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY