એનડીએ અને યુપીએને સ્પષ્ટ બહુમતિ નહીં મળે : શંકરસિંહ વાઘેલા

0
6

વડોદરા,તા.૧૮
એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વખતે એન્ટી બીજેપી સરકાર આવશે. આ વખતની ચૂંટણીમાં એન.ડી.એ. અને યુ.પી.એ. બંને પૈકી એકપણને સ્પષ્ટ બહુમતી મળશે નહીં. આ વખતે ત્રીજા મોરચો સત્તામાં આવશે. ભાજપની ૧૦૦થી સીટો ઘટશે. એન.ડી.એ.ને ૧૪૦થી ૧૬૦ સીટો મળશે. અને ત્રીજા મોરચો ૩૨૫ સીટો લાવશે. આ ત્રીજા મોરચો વડાપ્રધાન નક્કી કરશે. વડાપ્રધાન પણ એવા બનશે જે ઇલેકટેડ મેમ્બરોને પસંદ પડતા મુદ્દા સાથે ચાલશે. તેવું મારૂં રાજકીય વિશ્લેષણ છે.
શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમૂહ લગ્ન પ્રસંગમાં નવદંપતિને આશિર્વાદ આપવા માટે આવેલા એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફરક છે. ૨૦૧૪માં વાયદા અને વાતો હતી. વિપક્ષ વેર વિખેર હતો. તે સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી, જી.એસ.ટી., વિકાસની વાતો અને નોકરી માટે આપેલા વચનોની વાતો કરવાને બદલે હલકી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મનમોહનસિંહની સરકાર વખતે જે હિસાબો માંગવામાં આવતા હતા. હવે તેઓ પાસે પ્રજા ૨૦૧૪થી ૨૦૧૯નો હિસાબ માંગી રહી છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર બેઠક પરથી લડી રહેલા સી.જે. ચાવડાને સમર્થન આપ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY