‘કબીર સિંહ’નું પોસ્ટર રિલીઝ

0
4

મુંબઈ,તા.૬
શાહિદ કપૂર સ્ટારર રિમેક ‘કબીર સિંહ’નું ટીઝર પોસ્ટર લોન્ચ થયું છે જ્યારે ટીઝર સોમવારે રિલીઝ કરવામાં આવશે. પોસ્ટરમાં શાહિદ કપૂર બે સિગરેટ પીતો દેખાય છે. આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી તેલુગુની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રિમેક છે. તેમાં વિજય દેવારકોન્ડા લીડ રોલમાં હતો. ‘કબીર સિંહ’માં વિજયનો રોલ શાહિદ કપૂરના ભાગે આવ્યો છે.
શાહિદ કપૂરની સાથે ફિલ્મમાં કિઆરા અડવાણી છે. ઓરિજિનલ ફિલ્મમાં વિજયનું નામ અર્જુન રેડ્ડી અને હિરોઈન શાલિની પાંડેનું નામ પ્રીતિ હતું. ઓરિજિનલ અને રિમેક બન્ને ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY