વકીલોએ હડતાળનાં ૧૨માં દિવસે ઘંટનાદ કરીને વિરોધ નોંધાવ્યો

0
6

વડોદરા,તા.૨૯
વડોદરા કોર્ટમાં વકીલોએ બેઠક વ્યવસ્થાના મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે, સોમવારે તેમની હડતાળનો ૧૨મો દિવસ હતો, ત્યારે વકીલોએ ભેગા મળીને ડિસ્ટ્રીક જજની સામે ઘંટનાદ કરીને વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરના ૨૫૦ જેટલા બાર એસોસિએશને પત્ર લખવામાં આવ્યો છે.
આજે મંગળવારે પણ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવા વકીલોએ અપીલ કરી છે. આ સાથે વકીલોની અચોક્કસ મુદતની હડતાલ ચાલું રહે તેવા સ્પષ્ટ એંધાણો દેખાઇ રહ્યા છે. આગામી ૩૦મી તારીખે રાજ્યભરના ૨૫૦ જેટલા બાર એસોસિએશન વકીલોનું સમર્થન મળી રહે તેના માટે પત્ર લખવામાં આવ્યો છે.
વડોદરા કોર્ટમાં નવા કોર્ટ સંકુલમાં વકીલ માટે બેઠક વ્યવસ્થા ન હોવાને લઈને વકીલો છેલ્લા ૧૨ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે જ્યારે વકીલો કડક બન્યા ત્યારે પોલીસ દ્વારા વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી એકવાર વકીલોએ દેખાવો કરી સવિનય કાનૂનનો ભંગ કરતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY