વડોદરા,તા.૨૪
જા તમે વડોદરામાં રહેતા હોય અને જા લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ ઈવેન્ટ્સ માટે પાર્ટી પ્લોટ ન મળે તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે તમે એરપોર્ટ પર પણ લગ્ન કરી શકશો. આ જાહેરાત કરી છે ખુદ એરપોર્ટ ઓથોરિટીએ.
જૂના એરપોર્ટનો પ્લોટ એરપોર્ટ ઓથોરિટી ઈવેન્ટ્સ માટે ભાડે આપશે. જેથી હવે જે એરપોર્ટ પર પ્લેન આવતા હતાં. ત્યાં હવે વરઘોડા આવશે, ફટાકડા ફૂટશે અને આતશબાજી પણ થશે. એરપોર્ટ ઓથોરિટીના નિયમ મુજબ ૨૨૨ રૂપિયા સ્કવેર મીટરના ભાડે એરપોર્ટનું ગાર્ડન મળશે.
જે એક દિવસના ૧.૮ લાખના ભાડે જૂના એરપોર્ટની લોન ભાડે મળશે અને ૨ હજાર રૂપિયામાં ગેસ્ટહાઉસ પણ ભાડે મળશે. જાકે અહીં એક સવાલ એ પણ છે કે એરપોર્ટ કેમ્પસમાં આવા આયોજન કેટલા સુરક્ષિત છે. આવી ઈવેન્ટ્સ માટે ગાર્ડન ભાડે આપવાથી કોઈ ચૂક થશે તો જવાબદારી કોણ લેશે…?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




