જેસલેમર,તા.૧૨
ભારતીય સેનાનો એક જવાન હનીટ્રેપમાં ફસાયો છે. જવાનને રાજસ્થાનના જેસલમેરથી પકડી પાડવામાં આવ્યો છે. જેના પર સોશિયલ મીડિયા સાઈટ્સ દ્વારા ગોપનીય માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે. ઈન્ટેલિજેન્સ પોલીસના જવાને પૂછપરછ શરૂ કરી દીધી છે. એડીજી ઈન્ટેલીજન્સ ઉમેશ મિશ્રાએ જવાનની ધરપકડ થઈ હોવાની પુષ્ટિ કરી છે.
મામલા મુજબ જેસલમેરમાં તહેનાત ઈન્ડિયન આર્મીના જવાન સોમબીરની પાછલા લાંબા સમયથી ગતિવિધિઓ સંદિગ્ધ લાગી રહી હતી. રાજસ્થાનની વિશેષ શાખા અને આર્મી ઈન્ટેલિજન્સને જવાન સોમ્બીર વિશે સોશિયલ મીડિયા દ્વારા સીમા પાર ગોપનીય માહિતી મોકલવાનો સૂચના મળવા પર પેટ્રોલિંગ વધારી દેવાયું.
સોમબીરની ગતિવિધિઓ પર આકરી નજર રાખવા પર માલુમ પડ્યું કે વર્ષ ૨૦૧૬માં સેનામાં ભર્તી થયેલ જવાન સોમ્બીર સતત પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈની મહિલા એજન્ટના સંપર્કમાં છે. સોમબીર મહિલા એજન્ટના હનીટ્રેપમાં ફસાઈ ફેસબુક-વાટ્સએપ દ્વારા સેનાની ગોપનીય જાણકારી સીમા પાર મોકલી રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




