વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર એબીવીપીના કાર્યકરનો પૂતળુ બાળી વિરોધ

0
23

વડોદરા,તા.૩૦
અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થિનીને પાસ કરી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર એબીવીપીના કાર્યકરના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા એબીવીપીના કાર્યકરનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
વડોદરાની એમ.એસ. યુનિવર્સીટી અને એન.એસ.યુ.આઇ.ના અગ્રણી વ્રજ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૨૦ વર્ષની ગરીબ વિદ્યાર્થિની ઉપર એ.બી.વી.પી. અને આર.એસ.એસ. સાથે સંકળાયેલા વિદ્યાર્થી અંકિત પારેખ અને તેના મિત્રો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિની ગર્ભવતી બની હતી. અને તેનું આખરે મોત નીપજ્યું છે. આ વિદ્યાર્થિની દ્વારા ૪૦ દિવસ પહેલાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ અંકિત પારેખ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એન.એસ.યુ.આઇ. દ્વારા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે એ.બી.વી.પી.નું પૂતળાં દહન કરવામાં આવ્યું છે. અને એન.એસ.યુ.આઇ. દ્વારા અંકિત પારેખ સહિત તેની સંકળાયેલા તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. એન.એસ.યુ.આઇ. દ્વારા એ.બી.વી.પી. વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY