વડોદરા,તા.૩૦
વડોદરા મહાનગરપાલિકાના અંધેરતંત્રના પાપે વડોદરાવાસીઓ દુષિત પાણી પી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા નિમેટા સ્થિત ૩ નંબરના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કરતાં કાદવ-કીચડ નીકળ્યો હતો. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળેલી ગંદકી જોઇને સફાઇ સેવકો પણ આવાક બની ગયા હતા. ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ માટે આજે ૧૦ કલાકનો પાણી કાપ મૂકવામાં આવતા અંદાજે ૬ લાખ લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારી રહ્યા છે.
પાણી કાપ અને દુષિત પાણીના મુદ્દે વાઘોડિયા રોડની સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીની બહાર કોર્પોરેશન વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરીને રોષ ઠાલવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી દુષિત પાણી આવતા વાઘોડિયા રોડ ઉપર આવેલી અંબિકાધામ, બાલાજીનગર, સાંઇ વિહાર સહિત આસપાસની સોસાયટીના રહીશોએ આજે માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




