વડોદરા,તા.૧
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા નવરંગ કોમ્પ્લેક્ષ પાસે ગેરકાયદેસર બનાવવામાં આવી રહેલી ૩ દુકાનોના બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય દુકાનો રસ્તામાં આવતી હોવાથી કોર્પોરેશન દ્વારા આ દુકાનો દૂર કરવામાં આવી હતી.
ઉત્તરઝોનના આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના માર્ગો પરના દબાણો દૂર કરવાના ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે નવરંગ સિનેમા રોડ વાકસકર ચેમ્બર્સ પાસે ગેરકાયદેસર બની રહેલી ત્રણ દુકાનો દૂર કરવામાં આવી હતી. આ ત્રણેય દુકાનો બે વર્ષ પૂર્વે દૂર કરવામાં આવી હતી. પરંતુ તે જ સ્થળે પુનઃ દુકાનો બનાવવામાં આવી રહી હોવાની માહિતી મળતા આ ત્રણેય દુકાનો દૂર કરવામાં આવી હતી. આ દબાણો દૂર કરવા માટે દબાણ શાખાની ટીમ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારે જે.સી.બી., ડમ્પર જેવા સાધનો સાથે આવી પહોંચી હતી અને બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




