ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુરેન્દ્રનગર દ્વારા, જિલ્લાના વહીવટી તંત્ર તથા જિલ્લાના ઉદ્યોગોના સહયોગથી સુરેન્દ્ર્નગર ખાતે આજ તા.૫ મી જુન-૨૦૧૮ના રોજ ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલે પર્યાવરણીય જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું કે ‘‘વિશ્વ પર્યાવરણ દિન‘‘ ૫ મી જુન-૨૦૧૮ની ઉજવણી માટે યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે અલગ અલગ દેશને યજમાન દેશ જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ભારતને યજમાન દેશ જાહેર કરવામાં આવેલ છે અને યુ.એન. દ્વારા ચાલુ વર્ષની ઉજવણી માટે ‘‘બેસ્ટ પ્લાાસ્ટી કે પોલ્યુશન‘‘ થીમ ડીકલેર કરવામાં આવેલ છે. પ્લાસ્ટી કે પર્યાવરણ માટે અત્યંત જોખમી છે, ત્યારે આપણે પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. પ્લાસ્ટિકના કચરાનો રીયુઝ અથવા તો સંપૂર્ણ નાશ થાય તેવું દરેક નાગરિકે આયોજન કરવું જોઇએ. ધારાસભ્યએ વધુમાં આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય્ માટે વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યવારણની જાળવણી કરવામાં સહયોગી બનવા પણ અનુરોધ કર્યો હતો.
લોકોમાં પર્યાવરણીય જાગૃતિ કેળવાય અને પર્યાવરણની જાળવણી થાય તે માટે તા.૫ મી જૂન-૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ કલાકે કલેકટર કચેરી ખાતેથી પર્યાવરણીય જન જાગૃતિ રેલી(સ્કુયટર રેલી)નું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીને ધારાસભ્યક ધનજીભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ રેલી પર્યાવરણ બચાવો અંગેના વિવિધ બેનરો સાથે સુરેન્દ્રનગર તથા વઢવાણના મુખ્યી માર્ગો પર પસાર થઈ ધોળીધજા ડેમ ખાતે પૂર્ણ થયેલ હતી. ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધોળીધજા ડેમ સાઇટ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું. પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી પર્યાવરણ બચાવવા અંગેના ઉપસ્થિરત દરેકે શપથ ગ્રહણ કર્યા હતાં.
આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. મનિષકુમાર બંસલ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સુરેન્દ્રનગરના પ્રાદેશિક અધિકારી એ.એમ. ગઢીયા, નાયબ વન સંરક્ષક જી.એ. ઝાલા, સુરેન્દ્રેનગર- દૂધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા, નગરપાલિકાના સદસ્યો, સ્વૈલચ્છિ્ક સંસ્થાના હોદેદારો, સહિત વિશાળ સંખ્યા માં નગરજનો ઉપસ્થિત રહયા હતાં.
રિપોટર્ : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





