કોર્પોરેશને બનાવેલા આવાસ મકાનોમાં ભ્રષ્ટ્રાચાર..!! ૭ વર્ષમાં સ્લેબ તૂટ્યા

0
6

વડોદરા,તા.૨
વડોદરા કોર્પોરેશને બનાવેલા આવાસ યોજનામાં ફરી એકવાર ભ્રષ્ટ્રાચાર સામે આવ્યો છે. કિશનવાડીમાં બનાવેલા નૂર્મના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થતા મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો છે. માત્ર ૭ વર્ષ પહેલા બનાવેલા મકાનો જર્જરીત થતા લોકોએ ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે.
વડોદરા કોર્પોરેશને બીએસયુપી અંતર્ગત નૂર્મ આવાસ યોજનાના ૩૧૯૬ મકાનો બનાવામાં આવ્યા હતા. કોર્પોરેશને વર્ષ ૨૦૧૧માં લોકોને મકાન આપ્યા પરંતુ માત્ર ૭ વર્ષમાં જ મકાનના સ્લેબના ભાગ તુટતા ભ્રષ્ટ્રાચાર છતો થયો છે. કિશનવાડીના નૂર્મ આવાસમાં બ્લોક નંબર ૩૩ના ૧૫ નંબરના સંજય શાહના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ગયો.
મકાનનો સ્લેબ તુટતા સમયે સદનસીબે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનીની કોઈ ઘટના ન બની. મકાનનો સ્લેબનો ભાગ ધરાશાયી થયા બાદ સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકરો દોડી આવ્યા સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. મકાન માલિકે જીવના જોખમે રહીએ છે. તેમ કહી બીજા મકાનો આપવા માંગ કરી હતી. તો કોંગ્રેસ કોર્પોરેટર અનિલ પરમારે વિજિલન્સ તપાસ સહિત પોલીસ ફરિયાદ કરવાની માગ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY