વડોદરા,તા.૨૭
ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતા સટોડિયાએ હવે જાહેર માર્ગ ઉપર કાર પાર્ક કરીને સટ્ટો રમાડવાની તરકીબ અપનાવી રહ્યા છે. જાકે, પાદરા પોલીસે રોડ ઉપર કાર પાર્ક કરીને સટ્ટો રમાડતા સટોડિયાની ધરપકડ કરી તરકીબ ઉંધી પાડી દીધી હતી. અને પોલીસે ૩ સટોડિયાની ધરપકડ કરી છે.
પાદરા-વડોદરા રોડ પર ઇકો સ્પોટ્ર્સ કાર પાર્ક કરીને ઓસ્ટ્રલિયા-ભારત વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ સટ્ટો રમાડાતો હતો. સટોડિયાઓની ૩ કાર, ૪ મોબાઇલ ફોન, રોકડ સહિત રૂપિયા ૪.૪૪ લાખના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.
પાદરા પોલીસને પાદરા-વડોદરા રોડ ઉપર કારમાં બેસીને સટ્ટોડીયાઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને અનવર ઉર્ફ ગાંડો અલ્લારખા રાઠોડ (રહે. ભોજ, પાદરા), ઇબ્રાહિમ ઉર્ફ ઇભુ મલેક (રહે. હસન પાર્ક, પાદરા) અને અબુબકર મેમણ (રહે. મસ્હીપાર્ક, પાદરા)ની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



