સુરતથી સાયણ સુધી દોડતી સિટી બસ કિમી સુધી લંબાવવાની માંગ

0
3

કીમની જનતાને પણ સિટી બસનો લાભ આપવા સ્થાનિક લોકોની રજૂઆત
સુરત, તા.૧૭
સુરત મનપા દ્વારા શહેરીજનોની તેમજ ગ્રામ્યજનોની સુવિધા અર્થે શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા શરુ થયા બસની સુવિધા સાયણથી કીમ વિસ્તાર સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાયણ અને ઓલપાડને આ સેવાનો લાભ મનપા એ આપેલ છે. પરંતુ કીમ જેવા વિકાશશીલ ગામને આ સેવાથી વંચિત રાખવામાં આવેલ છે. જે બાબતે આ વિસ્તારમાં નિરાશા વ્યાપી છે. સ્થાનિક લોકો આ વિસ્તારની પ્રજાની માંગને અનેકો વખત રજુઆત કરી છે. પરંતુ સાંસદ અને ધારાસભ્યની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર છે. સીટી બસ સેવાનો લાભ કીમને આપવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય કે કીમ વિસ્તારમાં ને જોડતા ગામના લોકો, નોકરીયાતો, રોજીંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ઓલપાડ થી કીમ સુધી મોટી સંખ્યામાં વિસ્તારમાં આવેલ શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ ટ્રક, છકડા જેવા વાહનોમાં જીવના જોખમે ઘેટાં બકરાની જેમ મુસાફરી કરે છે. જો સીટી બસની સેવા ઉપલબ્ધ થાય તો એનો વધુમા વધુ લાભ લોકો લઈ શકે અને અને મનપાની આવકમાં પણ વધારો થશે. જોકે સમગ્ર બાબતનો વિગતો સાથે કીમ ગામના જાગૃત નાગરિક અજય રામાણી દ્વારા વિસ્તારની પ્રજાને એક સવલત ઉભી થાય તે માટે કોર્પોરેશનને લેખિત રજુઆત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY