વડોદરા,તા.૨
મધ્યપ્રદેશમાંથી ટ્રકોમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઇને આવી રહેલા કરચીયા ગામના ૩ વ્યક્તિઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કપુરાઇ ચાર રસ્તા પાસે ઉભેલી બે ટ્રકોમાંથી વિદેશી દારૂની ૯૬ બોટલ અને બિયરની ૨૪ બોટલો કબજે કરી હતી. આ સાથે પોલીસે બે ટ્રકોમાં મધ્યપ્રદેશથી વિદેશી દારૂ અને બિયર લઇને વડોદરા આવેલા ભૂપેન્દ્ર દિનેશ બારોટ(રહે. બળદેવ નગર, કરચીયા), મેહુલ ચિમન પટેલ(રહે. કરચીયા ગામ) અને પ્રકાશ ભગાભાઇ પરમાર (રહે. કરચીયા ગામ)ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, બિયર, મોબાઇલ ફોન અને બે ટ્રક મળી કુલ રૂપિયા ૩૦,૪૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




