કંપનીમાં ભીષણ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી, ૫ કામદારો દાઝ્યા

0
24

વડોદરા,તા.૯
પાદરામાં એકલબારા ગામ પાસે આવેલી ખાનગી ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. કંપનીમાં બુધવાર રાત્રે કેમિલ્કસ કંપનીના પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. એસીએલ-૬ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાની સાથે પ્લાન્ટમાં કામ કરી રહેલા ૫ કામદારો દાઝયા હતા. જે પૈકીના ૩ એન્જીનિયર તેમજ ૨ શીખાઉ કામદાર સહિત ૫ કામદારો દાઝયા હતા. જેઓને તાત્કાલિક પાદરાના ડભાસા ગામ પાસેના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘટના બની તે સમય હોસ્પિટલમાં કંપનીના કોઈ જવાબદાર અધિકારીઓ પણ હાજર ન હતા. માત્ર અન્ય પ્લાન્ટના આપરેટર દોડીને હોસ્પિટલમાં આવ્યા હતા. જેઓને પૂછતા જણાવ્યું હતું.
જ્યારે ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પાદરા મામલતદાર બારીયા સહિત જી.પી.સી.બીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પાદરા મામલતદાર જણાવ્યું હતું કે કુલ ૫ કામદારો દાઝયા જે પેકીના ૨ની તબિયત સારી છે અને ૩ને વધુ સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY