સ્માર્ટસિટીમાં અમદાવાદમાં ૫૫૪ કેમેરાઓ મહિનાઓથી બંધ

0
6

અમદાવાદ,તા.૧૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે તે સમયે જે તે પ્રોજેકટના ઢોલનગારાં વગાડી તંત્ર દ્વારા નાગરિકો સમક્ષ ફૂલગુલાબી ચિત્ર રજૂ કરાય છે. સત્તાધીશોની મનમોહક જાહેરાતથી સામાન્ય લોકો સરળતાથી પ્રભાવિત થાય છે પણ આ પહેલી નજરે સોનેરી લાગતા સિક્કાની બીજી બાજુ ચોંકાવનારી હોય છે.
હાલનાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અગાઉ ઇ-ગવર્નન્સ પ્રોજેકટ હેઠળ શહેરભરમાં બીઆરટીએસ કોરિડોર ઉપરાંત ચાર રસ્તા પર મુકાયેલા પપ૪ સીસીટીવી કેમેરા છેલ્લા છ મહિનાથી મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાતા પડ્યા છે. તંત્રમાં સીસીટીવી કેમેરાના ધુપ્પલથી ભારે વિવાદ ઊઠ્યો છે.
અત્યારે સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ શહેરને સ્માર્ટ સિટી બનાવવા પર વધુ ને વધુ ભાર મુકાઇ રહ્યો છે. જે અંતર્ગત ફ્રી જનમિત્ર કાર્ડની જાહેરાત, નવા નવા સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા, ડિજિટલ પેમેન્ટ, આઇટીએમએસ પ્રોજેકટ વગેરે બાબતોને તંત્ર દ્વારા મહત્વ અપાઇ રહ્યું છે. જાકે ચાર-પાંચ વર્ષ પહેલા ઇ-ગવર્નન્સ પર ભાર મૂકાયો હતો.
આ પપ૪ જૂના સીસીટીવી કેમેરાની ચાલુ અને બંધ હાલત અંગેનો મુદ્દો છેલ્લી ત્રણ સ્ટેન્ડિંગ કમિટીમાં ઊઠ્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય જતીન પટેલને પૂછતાં તેઓ કહે છે, રાજ્ય સરકારની સૂચનાથી આ સીસીટીવી કેમેરાને તંત્રએ પોતાના ખર્ચે અને જાખમે શહેરમાં લગાવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY