વડોદરા,તા.૧૦
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ કુલ ૧૨૪ ગુનાનો દારૂનો જથ્થો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.જેમાં ૨૦૧૬ ના ૨૦ ગુના,૨૦૧૭ ના ૫૪ ગુના,૨૦૧૮ ના ૪૩ ગુના અને તારીખ ૨૮/૦૨/૨૦૧૯ સુધી ના ૭ ગુના તેમ મળીને ટોટલ ૧૨૪ ગુનાઓ ના કામે કબજે કરેલ વિદેશી દારૂ તથા બિયર ના જુદા જુદા ગુનામાં કબજે કરાયેલ મુદ્દામાલ નો જથ્થો મેં,૧૦ માં એડીશ્રન.સિવિલ જજ અને જયું.ફ.ફ મેજિસ્ટ્રીક નવી કોર્ટ (દિવાળીપુરા) વડોદરા ના હુકમ જા.નં ૬૯૦/૧૯,૬૯૧/૧૯,૬૯૩/૧૯,૪૦૧/૧૯ ના આધારે જવાહરનગર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.
વિદેશી દારૂ ના જથ્થા માં ટોટલ ૧૬૨૫૬ નંગ દારૂ ની બોટલ તથા બિયર ના ટીન હતા.ટોટલ મુદ્દામાલ ની કિંમત ૨૧,૨૬,૩૭૦/- રૂપિયા થતી હોય છે.તમામ મુદ્દામાલ ગુના વાઇઝ ગોઠવી તેના પર રોલર ફેરવી તમામ વિદેશી દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો.સલામતી ને ધ્યાન માં રાખી ફાયર બ્રિગેડ ના અધિકારીઓ સાથે એક ફાયર ફાઇટર ને પણ સ્થળ પર ઉપસ્થિત રાખ્યા હતા.વિદેશી દારૂ ના જથ્થા ના નાસ કરવામાં માટે સ્થળ પર સુપ્રીન્ડન્ટ પોલીસ ચૌધરી, ડીસીપી ઝોન-૧ દિપક મેધાણી,મામલતદાર તથા નશાબંધી શાખાના અધિકારીઓ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશન ના પીઆઈ ભાવેશ સિંઘરખીયા સાહેબ તેઓના સ્ટાફ સાથે હાજર રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



