નડિયાદ,તા.૧૦
ડાકોર ખાતે આવેલા કાઠીયા ખાકચોક મંદિરમાં સાધુઓ વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બનતા શિષ્યએ પોતાના ગુરુની હત્યા કરી હતી. જ્યારે અન્ય એક સાધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. પોલીસે આરોપી સાધુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડાકોરમાં આવેલ નૃસિંહ ભગવાનનું મંદિરમાં તાંત્રિક વિધિની શંકાના આધારે આરોપી સાધુ કાશીનાથે આરામ કરી રહેલા ગુરુ રામભુષણ મહાત્યાગી તેમજ તેમના શિષ્ય ૬૦ વર્ષીય દત્તગીરી સાધુના માથા પર ટાઇલ્સનો ટુકડો તેમજ લાકડાના દસ્તાથી જીવલેણ હુમલો કરી દેતા રામભૂષણ મહાત્યાગીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ૬૦ વર્ષીય દત્તગીરી નારણદાસ સાધુને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




