વડોદરા,તા.૧૨
ધાર્મિક વિધી માટે ગયેલા આર્કિટેક પરિવારના બંધ મકાનનું કોઇ શખ્સો તાળાં તોડી ઘરમાંથી રૂપિયા ૯.૫૩ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ધાર્મિક વિધીમાંથી પરત ફરેલા પરિવારને ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં, પોલીસને બોલાવી હતી.
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મંગલધામ સોસાયટીમાં મેહુલભાઇ નરેન્દ્રભાઇ પંચાલ પરિવાર સાથે રહે છે. આર્કિટેકનું કામ કરતા મેહુલભાઇ પંચાલ અને તેમનો પરિવાર આજે સવારે પરત ફર્યું હતું. પરિવારે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જાતા ચોંકી ગયું હતું. તુરતજ આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ તપાસમાં તસ્કરો ઘરમાંથી રોકડ રૂપિયા ૧,૨૦,૦૦૦ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા ૯,૫૩,૯૦૦નો મુદ્દામાલ ચોરી ગયા હતા. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગસ્ક્વોડ, એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ હાથ ધરી છે. રૂપિયા ૯.૫૩ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાથી ક્રાઇમ બ્રાંચ અને પી.સી.બી.ની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને તપાસ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




