ઈન્ડોનેશિયાના લોમ્બોકમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ, ૧૦નાં મોત

0
11

જકાર્તા,તા.૨૯
ઈન્ડોનેશિયાના પ્રવાસી ટાપુ એવા લોમ્બોક ખાતે ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરા ધ્રૂજી હતી. ભૂકંપને પગલે ૧૦ પ્રવાસીઓનો મોત થયા હોવાનું તેમજ ૪૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું છે. ઈન્ડોનેશિયા ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા સુતોપો પુર્વો નૂગ્રોહોએ જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયાના હોલિડે આઈલેન્ડ લોમ્બોક ખાતે ૬.૪ની તીવ્રનો ભૂકંપ આવ્યો હતો જેમાં ૧૦ લોકોના મોત થયા હોવાનું જણાયું હતું.
વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ પાંચની તીવ્રતાના વધુ બે નાના આંચકા પણ આવ્યા હતા તેમજ ત્યારબાદ ૬૦ આફ્ટરશોક્સ પણ આવતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. લોકો ભૂકંપને પગલે બચવા માટે ઘર અને હોટેલમાંથી દોડીને રસ્તા પર આવી ગયા હતા.
ભૂકંપને પગલે લગભગ ડઝન જેટલા ઘરોને નુકસાન થયું છે. નૂગ્રોહોએ જણાવ્યું હતું કે બચાવ અને રાહત કામગીરી તાત્કાલીક ધોરણે હાથ ધરાઈ હતી અને હજુ પણ ચાલુ છે જેને પગલે મૃત્યુઆંક વધવાની આશંકા છે.
યુએસ જીઓલોજિકલ સર્વેના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ લોમ્બોક ટાપુના શહેર માતારામથી ૫૦ કિમી ઉત્તરપૂર્વમાં તેમજ જમીનથી સાત કિલોમીટર અંદર હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૪૭ કલાકે ભૂકંપનો જારદાર આંચકો અનુભવાયો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY