કાઉન્સિલરના બેસણામાં આવેલા ભરતસિંહે કહ્યું, તમામ એક્ઝિટ પોલ ૨૩ મેએ ખોટા સાબિત થશે

0
9

ગુજરાત સરકાર પાણી અને ઘાસની અછત પૂરી કરવામાં નિષ્ફળઃ અમિત ચાવડા
વડોદરા,તા.૨૦
વડોદરા મહાનગર સેવા સદનના કાઉન્સિલર જીતેન્દ્ર ઠાકોરના બેસણાંમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરત સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં આવેલા તમામ એક્ઝિટ પોલ તા.૨૩મેના રોજ ખોટા સાબિત થશે. અને કેન્દ્રમાં યુ.પી.એ. સરકાર બનશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. અને કેન્દ્રમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે. ગુજરાતમાં પણ ૧૦થી વધુ સીટો આવશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર પાણી અને ઘાસની અછત પૂરી કરવામાં નિષ્ફળ ગઇ છે. તેમ જણાવતા ઉમેર્યું કે, કોંગ્રેસના અગ્રણીઓ સમગ્ર રાજ્યમાં પાણી અને ઘાસચારાની અછત અંગે સર્વે કરી રહ્યા છે. જો સરકાર વહેલીતકે પાણી-ઘાસ ચારાનો પ્રશ્ન હલ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં એન.ડી.એ. તરફી આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. અટલ બિહારી વાજપાઇની સરકાર સમયે એક્ઝિટ પોલ ખાટા સાબિત થયા હતા. છેલ્લા ૫ વર્ષમાં તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર વિરૂધ્ધ લોકોએ મતદાન કર્યું છે. ગુજરાતમાં પણ ૨૬ માંથી ૧૪થી વધુ સીટો કોંગ્રેસની આવશે. અને કોંગ્રેસની બહુમતી આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY