સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરામાં ‘સ્વચ્છ સુંદર શૌચાલય’ હરિફાઈ યોજાશે

0
10

વડોદરા,તા.૫
દેશમાં શૌચાલયનો ઉપયોગ થાય તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે જાહેર શૌચને બદલે શૌચાલયનો મહત્તમ ઉપયોગ થાય તે માટે સરકાર લોકોને જાગૃત કરી રહી છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત આગામી ૩૧ જાન્યુઆરી સુધી ‘સ્વચ્છ સુંદર શૌચાલય’ હરિફાઇનું આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં વ્યકિતગત ઘરોમાં સૌથી સર્જનાત્મક રીતે શણગારવામાં આવેલ શૌચાલયોને રાષ્ટ્રીય સ્તરના સમારંભમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા રાજ્ય સ્તરેથી થશે.
ઝૂંબેશના સમયગાળા દરમિયાન શણગારવામાં આવેલ શૌચાલયોની સંખ્યા અને ટકાવારીના આધારે પસંદ કરવામાં આવશે. જેમાં ત્રણ જિલ્લાને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જિલ્લા દીઠ-૫ સર્વશ્રેષ્ઠ રચનાત્મક પેઇન્ટ કરેલા શૌચાલયોના ચિત્રો ભારત સરકારના પેયજળ તેમજ સ્વચ્છતા મંત્રાલયને મોકલવામાં આવશે. તેમજ તાલુકા દીઠ સર્વશ્રેષ્ઠ પેઇન્ટ કરેલા શૌચાલયોની પસંદગી માટે જિલ્લાકક્ષાએ નિર્ણાયક સમિતિની રચના કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY