ગર્લફ્રેન્ડનો મોબાઈલ નંબર લેવા બાબતે બે યુવકો વચ્ચે તકરાર

0
10

વડોદરા,તા.૨૦
ગર્લફ્રેન્ડનો મોબાઈલ નંબર લેવા બાબતે બે યુવક વચ્ચે થયેલી તકરાર બાદ ઝોમેટો ફૂડના ડીલીવરી બોય પર હિચકારો હુમલો થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડની વેધર રેસીડેન્સી વિભાગ-૨ ખાતે રહેતા અને ઝોમેટો ફૂડના ડીલીવરી તરીકે કામ કરતા કરણ પંચાલે પોલીસને જણાવ્યું છે કે, તારીખ ૧૮મીએ રાત્રે હું મારા મિત્ર દિવ્યરાજને ઘેર હતો ત્યારે સતીશ ઠાકોર નામનો મારો મિત્ર દીવ્ય રાજને ઘેર આવ્યો હતો અને જાર-જારથી દરવાજા ખખડાવતા દિવ્યરાજના માતાએ દરવાજા ખોલ્યો ન હતો.
થોડીવાર બાદ હું મારૂ સ્કુટર લઈ દિવ્યરાજના ઘરેથી બહાર નીકળ્યો ત્યારે સત્યમ પાર્ટી પ્લોટ પાસે સતીશ ઠાકોર અને તેના મિત્ર દશરથે મને રોકિયો હતો અને સતીશે મારી ગર્લફ્રેન્ડનો મોબાઇલ નંબર કેમ લીધો તેમ કહી ઝઘડો કરી મારા પર હુમલો કરતા મારા ગળાના ભાગે કડું વાગવાથી ઈજા પહોંચી હતી તેમજ અન્ય ભાગોને પણ ઇજા થઇ હતી. મે પોલીસને બોલાવતા સતીશ બુલેટ ઉપર ફરાર થઈ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY