સુરત,તા.૨૦
ફાની વાવાઝોડાને કારણે સર્વસ્વ ગુમાવનાર ઓરિસ્સાવાસીઓને સૌરાષ્ટ્રવાસી કાપડના વેપારીઓએ મદદ કરવાનું નક્કી કર્યું છે અને કાપડમાર્કેટમાંથી મદદની પહેલ નાખીને સાડી-ડ્રેસ મટીરીયલ એકત્રિત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ હિંમતભાઈએ જણાવ્યું કે, કાપડ માર્કેટમાંથી વેપારીઓની મદદથી અંદાજે ૧૪૦૦૦ નંગ સાડી, કુર્તી અને ડ્રેસ મટિરિયલ ભેગું કરાયું છે. પેકિંગ કરવાની કામગીરી ચાલી રહી છે અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓની મદદથી ઓરિસ્સાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આ સામગ્રી પહોંચાડવાનું આયોજન છે. જિલ્લા કલેક્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



