ભાજપા કાઉન્સિલર સહિતની ૫ ગેરકાયદે દુકાનો પાલિકાએ તોડી પાડી

0
7

વડોદરા,તા.૧૦
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા રેસામાં આવતી ભાજપના કાઉન્સિલર અને શિક્ષણ સમિતિના સભ્ય સહિત ૫ વ્યક્તિઓની દુકાનો તોડી પાડવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા તમામ દુકાનદારોને અગાઉ નોટિસો આપવામાં આવી હતી.
વડોદરા શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી. ગત દિવસોમાં કોર્પોરેશનના ટી.પી. વિભાગ દ્વારા માપણી કરવામાં આવી હતી. જેમાં રોડ લાઇનમાં આવતી ૫ દુકાનોના માલિકોને દુકાનોના દબાણો દૂર કરવા માટે નોટિસ આપી હતી. આ ૫ દુકાનોમાં એક ભાજપાના કાઉન્સિલર અજીત દધીચ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ગૌતમ પટેલ સહિત ૫ વ્યક્તિઓની દુકાનો હતી.
પાલિકા દ્વારા દુકાનોના માલિકોને દબાણનો દૂર કરવાની નોટિસ આપ્યા બાદ શિક્ષણ સમિતિના સભ્યએ પોતે કરેલું વધારાનું દબાણ દૂર કરી નાંખ્યું હતું. બાકીના દબાણો દબાણ શાખા તોડી પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, જે કાઉન્સિલરની દુકાન હતી. તેમાં ગત લોકસભા અને વિધાનસભા ચૂંટણી સમયે ભાજપાનું કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. કોર્પોરેશને દબાણો દૂર કરીને રસ્તો ખૂલ્લો કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY