જાહેરમાં થુંકનાર કે કચરો ફેંકનાર સાવધાન… ઘરે ઈ-મેમો મોકલાશે

0
8

અમદાવાદ અને રાજકોટની જેમ હવે વડોદરામાં પણ દંડ
વડોદરા,તા.૧૧
અમદાવાદ અને રાજકોટની જેમ હવે વડોદરામાં પણ જાહેરમાં રોડ ઉપર થૂંકવા બદલ દંડ કરવામાં આવશે.
વડોદરા કોર્પોરેશનમાં મંગળવારનાં રોજ સ્માર્ટ સીટી બોર્ડની મીટીંગ મળી હતી. જેમાં થયેલી ચર્ચા મુજબ રોડ ઉપર કચરો ફેંકનારને, રોડ ઉપર ચાલુ વાહને અથવા ચાલતા જનાર થુંકે અથવા રોડ પર જાહેરમાં લઘુશંકા કરે કે પછી જાહેર મિલકતને નુકશાન પહોંચાડે તો સીસીટીવી કેમેરા મારફતે ઝડપી પાડીને ઇ-ચલણ ફટકારીને દંડ કરવામાં આવશે.
ટૂંક સમયમાં જ આ માટેનું માળખું ગોઠવી દેવામાં આવશે કોને કેટલો દંડ કરવો તે પણ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY