બોગીબીલ બ્રિજના ઉદ્ધાટન સમારંભમાં આમંત્રણ ન મળતાં એચડી દેવગોડા નારાજ
બેંગ્લુરુ,તા.૨૬
આસામના બ્રહ્મપુત્રા નદી પર નિર્માણ પામેલા બોગીબીલ બ્રિજના ઉદ્ઘાટન સમારંભમાં આમંત્રણ ન મળતા પૂર્વ વડાપ્રધાન અને જેડી(એસ) સુપ્રીમો એચ ડી દેવેગોવડાએ નારાજગી વ્યક્ત કરી છે. ગોડાએ જણાવ્યું હતું કે કાશ્મીર, દિલ્હી મેટ્રો અને બોગીબીલ રેલ રોડ સુધીની રેલવે લાઇનના પ્રોજેકટને મેં મંજૂરી આપી હતી. આ પ્રત્યેક પ્રોજેક્ટ માટે મેં ૧૦૦ કરોડના બજેટના ફાળવણી કરી હતી અને આ તમામ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું? તો તેમણે જણાવ્યું હતું કે હવે મને કોણ યાદ કરશે?
પોતાના શાસનકાળની વાત યાદ કરતા દેવેગોવડાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ઘણો વિલંબ થયો છે. મેં હસ્સાન-મેસુરુ પ્રોજેક્ટ ફક્ત ત્રણ જ મહિનામાં પૂર્ણ કરી લીધો હતો. વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે કહ્યું કે હેલિકોપ્ટર ગોટાળાનો રાજદાર જેલમાં પહોંચ્યો છે. ચાર વર્ષ પહેલા કોઈ આમ વિચારી શકતું ન હતું કે હેલિકોપ્ટર ગોટાળાનો સૌથી મોટો રાઝદાર જેલમાં પહોંચી જશે. તેમણે કહ્યું છે કે સમયમર્યાદા હવે માત્ર કાગળ પર લખવાની વાત રહી ગઈ નથી. આસામમાં ઘણાં પ્રોજેક્ટ્સ વર્ષોથી અધૂરા હતા. આ પ્રોજેક્ટ પુરો થઈ ગયો અને બાકીના પૂર્ણ થવાના છે.
૨૨ જાન્યુઆરી-૧૯૯૭ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાએ પુલની આધારશિલા મૂકી હતી. પરંતુ તેની કામગીરી ૨૧ એપ્રિલ-૨૦૦૨ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં શરૂ થઈ શક્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



