લોક દરબારમાં વ્યાપક ફરિયાદો થતાં વ્યાજખોરને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલાયો

0
12

વડોદરા,તા.૧૨
વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશમાં વાઘોડિયા રોડ, રેવા પાર્ક પાસે આવેલ સી- ૧૦૨, બાલાજી વિહાર કોમ્પ્લેક્ષમાં રહેતા નરેશ ઠાકોર ઠક્કરની પાણીગેટ પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે.
વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજનો ધંધો કરતા નરેશ ઠક્કર સામે વ્યાપક ફરિયાદો આવી હતી. જે ફરિયાદોના આધારે પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરીને તેણે ભુજ જેલમાં મોકલી આપ્યો છે. વ્યાજ ખોર નરેશ ઠક્કરની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવતા વ્યાજનો ધંધો કરનારાઓમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY