વડોદરામાં પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

0
166

પાલિકાના પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી
વડોદરા,તા.૧૨
ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વાયુ ચક્રવાત મંડરાયું છે, ત્યારે વડોદરામાં પણ તેની અસર ગત મોડી રાતથી શરૂ થઇ હતી. સવારથી વાદળીયું વાતાવરણ રહ્યા બાદ બપોર પછી પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી.
મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોતા વડોદરાવાસીઓની મેઘરાજાએ તોફાની એન્ટ્રી લઇ નગરજનોની આતુરતાનો અંત આણ્યો હતો. પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર વૃક્ષો જમીનદોસ્ત થવાની તેમજ શોર્ટ સરકીટ થવાની ઘટનાઓ બની હતી. જોકે, જાનહાનીના કોઇ અહેવાલ મળ્યા નથી. પરંતુ ફાયર બ્રિગેડ અને જીઇબીની ટીમ તુરંત જ વરસતા વરસાદમાં સ્થળો ઉપર પહોંચી જઇ કામગીરી શરૂ કરી દીધી હતી.
છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જાયા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લેતા નાના બાળકોથી લઇ મોટા લોકો પહેલો વરસાદ માણવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. ધોધમાર વરસેલા પ્રથમ વરસાદે જ વડોદરા મહાનગર સેવા સદનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. હળવાથી ભારે વરસેલા વરસાદમાં વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. તો મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા પાણીમાં ટુ-વ્હીલર્સ ફસાઇ જતાં બંધ પડી ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY