નડિયાદ – સોમવારઃ- ખેડા જિલ્લામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા તમામ ખેડૂતો બાગાયત ખાતા દ્ધારા અમલી તમામ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧-૦૭-૨૦૧૮ થી તા.૩૧-૦૭-૨૦૧૮ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) ઘટક માટે જિલ્લાના તમામ ખેડૂતોને આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાથે ૮-અ અને ૭/૧૨ નો નવો અસલ ઉતારો, આધાર કાર્ડની ઝેરોક્ષ, બેન્ક પાસ બુકની પહેલા પાનાની નકલ (IFSC કોડ સહિત) કેન્સલ ચેક સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં.૪-૫, ભોય તળીયે, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે સત્વરે મોકલવાની રહેશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



