કૌભાંડી કોન્ટ્રાકર એમ.વી.ઓમની ૨૩ કરોડની રકમ જપ્ત કરવા હુકમ

0
5

વડોદરા,તા.૭
વડોદરાના વિવિધ વિસ્તારોની ઝુપડપટ્ટી તોડી સ્લમ ફ્રી સિટી બનાવવાના અભિયાનના ભાગરૂપે નુર્મ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાનો અમલ શરૂ કર્યો જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતા જવાબદારો ઇજનેરો સામે ચાર્જસીટની કાર્યવાહી થઈ પરંતુ ઈજારદાર સામે કાર્યવાહી કરવામાં આવી નહીં.
હવે કમિશનર અજય ભાદુએ ઇજારદારની બેંક ડિપોઝિટ રૂપિયા ૨૩ કરોડ અને કૌભાંડની રકમના ૪.૫૦ કરોડ કપાત મેળવી રૂપિયા ૨૭.૫૦ કરોડની રકમ વસુલાત કરવા આદેશ આપ્યો છે. જે આધારે સિટી એન્જિનિયર અને કાર્યપાલક ઇજનેરએ તમામ બેંકને પત્ર લખી જાણ કરી છે.
વડોદરા શહેરમાં ઠેરઠેર ગરીબોની આવાસ યોજના સહિતની અન્ય યોજનાઓ હેઠળ ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતો માટે ફ્લેટ બાંધવામાં આવી રહ્યા છે, એક તરફ સરકાર કોર્પોરેશનને લક્ષ્યાંક સિદ્ધ કરવા ફરજ પાડે છે તેની ઉતાવળમાં આડેધડ બાંધકામ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો શરૂ થયા હતા.
આવાસોની કામગીરી કરવામાં એમ.વી. ઓમની પ્રોજેક્ટના સંચાલકો નિષ્ફળ જવાથી તાજેતરમાં કમિશનર અજય ભાદુ ઇજારદાર એમ વી ઓમની પ્રોજેક્ટ લિમિટેડ કંપનીએ કરેલા કામોની બાકી રકમ માંથી સાડા ચાર કરોડની કપાત કરવા સૂચના આપી હતી જે આધારે કાર્યપાલક ઇજનેર દ્વારા ઇજારદારના બીલમાંથી સવા ચાર કરોડની વસુલાત કરી લીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY