બરોડા ડેરી દરરોજ ૨૦ હજાર લિટર દૂધ મુંબઈ મોકલશે

0
5

વડોદરા,તા.૯
દૂધના ભરાવાનો સામનો કરી રહેલી બરોડા ડેરી દ્વારા હવે મુંબઈના માર્કેટમાં એન્ટ્રી લેવામાં આવી છે.
બરોડા ડેરીએ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મારફતે મુંબઈમાં દરરોજ ૨૦ હજાર લિટર દૂધનો જથ્થો મોકલવાનું નક્કી કર્યું છે અને બુધવારથી તેનો અમલ કરી દીધો છે.
બરોડા ડેરી ખાતે બુધવારે ડેરીના પ્રમુખ દિનુમામા અને ઉપપ્રમુખ જી બી સોલંકી સહિતના ડિરેક્ટરો અને અધિકારીઓએ આજે પૂજા વિધિ બાદ પહેલું ટેન્કર રવાના કર્યું હતું. વલસાડ ડેરીના
મુંબઈ બોઈસર ખાતેના પ્લાન્ટમાં દૂધનું પેકિંગ થશે અને ત્યારબાદ અમુલ ગોલ્ડ બ્રાન્ડના નામે દૂધનું વેચાણ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY