પીએમ મોદી સાથે કામ કરનાર જનસંઘી કૃષ્ણલાલ પરનામીનું ૯૦ વર્ષની વયે નિધન

0
4

વડોદરા,તા.૧૧
પાદરાના જુના જનસંઘી કૃષ્ણલાલ ગંગારામ પરનામીનું ૯૦ વર્ષની વયે શુક્રવારે નિધન થયું છે. ૧૯૫૦થી આરએસએસ સાથે સંકળાયેલા કિશનલાલ પરનામી જનસંઘ સમયે અનેક આંદોલનમાં અગ્રેસર રહ્યા હતા.
કૃષ્ણલાલ પરનામીનો સિંધ પ્રાંતમાં જન્મ થયો હતો. આઝાદી પછી તેમનો પરિવાર જયપુર આવીને વસ્યો હતો. જ્યાંથી તેઓએ પાદરામાં આવીને વસવાટ કર્યો હતો. પાદરમાં તેઓ પરનામી શેઠ તરીકે જાણીતા હતા. તેમના બે પુત્રો વિજય અને અજય છે.
કૃષ્ણલાલ પરનામી લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, કેશુભાઇ પટેલ અને અશોક સિંઘલ સાથે જનસંઘમાં કાર્ય કર્યું હતું. તેઓએ ઇન્દિરા ગાંધીએ લગાવેલી ઇમરજન્સીમાં ૧૮ મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો.
કૃષ્ણલાલ પરનામી ૧૯૯૦માં પાદરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા. ભાજપમાં તેઓ છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા. કિશનલાલ પરનામીનું નિધન થતાં તેઓના પાદરા ખાતેના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરો, આગેવાનો અને સાથી મિત્રો દોડી આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY