ફતેગંજ બ્રિજ પર બુલેટ સ્લિપ થતાં બે યુવકોના મોત,૧ની હાલત ગંભીર

0
8

વડોદરા,તા.૧૩
વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પરથી પસાર થઇ રહેલી બુલેટ સ્લિપ થતાં બે યુવકના મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. જેની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સુરત પાર્સિગની ય્ત્ન-૦૫-જીઈ-૫૦૦૦ નંબરની બુલેટ લઇને આજે વહેલી સવારે ૪ વાગ્યે ત્રણ યુવાનો ફતેગંજ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે બાઇક સ્લિપ ખાઇ ગઇ હતી.
ઇજાગ્રસ્ત યુવક વિક્રમ મનબહાદુર ક્ષેત્રી(૨૦) પ્લોટ નં-૩૧,૩૨,૩૩, ડુમ્મસ રોડ સુરતનો રહેવાસી છે. જાકે મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. ઇજાગ્રસ્ત યુવક હાલ વડોદરાની સયાજી હોસ્પિટલના વોર્ડ બી-૨માં સારવાર લઇ રહ્યો છે. હાલ તેની હાલત ગંભીર છે. જેથી તેને આઇસીયુમાં દાખલ કરવી પડે તેવી સ્થિતિ છે. પરંતુ સયાજી હોસ્પિટલમાં આઇસીયુના કોઇ બેડ ખાલી ન હોવાથી યુવકને અમદાવાદ રિફર કરવાની તજવીજ ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY