ચૂંટણીના ૪૮ કલાક પહેલા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અશક્ય : ચૂંટણી પંચ

0
13

મુંબઇ,તા.૧૩
ચૂંટણી યોજાવાની હોય તેના ૪૮ કલાક પહેલા નાગરિકોને સોશિયલ મીડિયા ઉપર રાજકીય ટિપ્પણી કરતા કે અન્ય કોઇ પોસ્ટ કરતા રોકી ન શકાય, એમ ચૂંટણી પંચ (ઇસીઆઇ-ઇલેક્શન કમિશન આૅફ ઈન્ડિયા)એ બામ્બે હાઇ કોર્ટને જણાવ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર કોઇપણ રાજકીય પક્ષની વિરુદ્ધ કે તેના પક્ષમાં પોસ્ટ મૂકતા કોઇને અટકાવી ન શકાય, એમ ચૂંટણી પંચે હાઇ કોર્ટને જણાવ્યું હતું.
સાગર સૂર્યવંશી નામના વકીલે કરેલી જનહિતની અરજીના જવાબમાં ચૂંટણી પંચે આ માહિતી હાઇ કોર્ટને આપી હતી.
ચૂંટણી યોજાવાની હોય તેના ૪૮ કલાક પહેલા લોકોને યુટ્યુબ, ફેસબુક અને ટ્‌વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમે રાજકીય બાબતે કે ચૂંટણી વિશેની કોઇપણ પોસ્ટ કે જાહેરાત કરતા રોકવાનો નિર્દેશ આપવામાં આવે એવી માગણી કરતી અરજી સૂર્યવંશીએ હાઇ કોર્ટમાં દાખલ કરી હતી. ઇસીઆઇના વકીલ રાજગોપાલે હાઇ કોર્ટની બેન્ચને જણાવ્યું હતું કે કોઇ જો ટ્વિટર ઉપર કે અન્ય બ્લોગ પોસ્ટ ઉપર અંગત રીતે કોઇ રાજકીય પક્ષની પ્રશંસા કે ટીકા કરે તો તેને આમ કરતાં ઇસીઆઇ રોકે એ કઇ રીતે શક્ય બને?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY