ફતેહસિંહ ગાયકવાડને મળ્યો રાજ્યના બેસ્ટ મ્યુઝિયમનો ખિતાબ

0
20

વડોદરા,તા.૧૬
વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ કમ્પાઉન્ડમાં આવેલા મહારાજા ફતેહસિંહ ગાયકવાડ મ્યુઝિયમને ગુજરાત ટુરિઝમ દ્વારા રાજ્યના બેસ્ટ મ્યુઝિયમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજા રવિ વર્માના પેઇન્ટિંગ માટે જાણીતા મ્યુઝિયમને ઓનલાઇન વોટિંગમાં લોકોએ ખોબો ભરીને વોટ આપતા વડોદરાના મ્યુઝિયમે ગુજરાતના દરેક મ્યુઝિયમને પાછળ રાખીને આ સ્પર્ધા જીતી હતી, તેમ મ્યુઝિયમના કિયુંરેટર મંદા હિંગુરાવે જણાવ્યું હતું.
મહારાજા ફતેહસિંહ ગાયકવાડ મ્યુઝિયમ કિયુંરેટર મંદા હિંગુરાવે જણાવ્યું હતું કે, ટુરિઝમ ક્ષેત્ર દ્વારા ફતેહસિંહ મ્યુઝિયમને ગુજરાતના બેસ્ટ મ્યુઝિયમનો એવોર્ડ કલેક્શન, કાળજી, વિઝીટર્સનું વેલકમ અને ટ્રીટમેન્ટને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. મહિને રાજ્ય અને દેશની શાળા, કોલેજ અને સરકારી-પ્રાઇવેટ સંસ્થાના હજારો લોકો મ્યુઝિયમ જાવા આવે છે. તેમના એક્સપિરિયન્સ અને રીવ્યુના બેઝ પર આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY