રાવલપિંડી,તા.૧૬
પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં એક લગનવાળા ઘરમાં આગ લાગવાની એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના તે સમયની છે જ્યારે પરિવારના સગાવ્હાલાઓ ઘરે ભેગા થઈને લગ્નનની તૈયારીઓ કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું છે કે, કંપ્રેશરમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી હતી. તેમજ બીજી તરફ પોલીસ એ વાતની તપાસ પણ કરી રહી છે કે, આગ કોઈએ જાણી જાઈને તો નથી લગાવીને.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે સમયસર નહીં પહોંચ્યા હોવાના કારણે મૃતકોની સંખ્યા વધી ગઈ. પરિવારનો આરોપ છે કે જ ફાયરબ્રિગેડની ગાડીઓ જરા પર સમય વેડફ્યા વગર જા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનું શરૂ કરી દીધું હોત તો દુર્ઘટનામાં જેટલા મોત થયા એટલા બધા ન થયા હોત.
આગ લાગવાને કારણે ચાર મહિલાઓ બળીને ભડથું થઈ ગઈ છે. જ્યારે પાંચમી યુવતીની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાના કારણે તે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. નવવધૂના પરિવારજનોએ રાહત અને બચાવ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે તેમની બેદરકારીને કારણે તેમની દીકરીનું મૃત્યું નિપજ્યું છે. તેઓ સમયસર આવી જતા તો દુર્ઘટનામાં જાનહાની ના થઈ હોત.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




