વડોદરા,તા.૧૮
પ્રતાપનગર રોડ પર શુક્રવારે સવારે ગેસ લાઈન તૂટતા આગ લાગવાને કારણે નાસભાગ મચી હતી.
વિહાર સિનેમા પાસે શુક્રવારે સવારે અંડરગ્રાઉન્ડ વાયરીંગ કરવાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા નજીકમાં તાપણું થઈ રહ્યું હોય આગ ફાટી નીકળી હતી. બનાવને કારણે ઉપરોક્ત સ્થળે નાસભાગ મચી હતી અને વાહનચાલકો પણ ગભરાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લીધી હતી. જ્યારે ગેસ વિભાગના કર્મચારીઓએ ગેસનો પુરવઠો બંધ કરી રિપેરિંગની કામગીરી કરતા પ્રતાપનગર રોડ વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને ગૃહિણીઓને તકલીફ પડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



