ક્રિકેટ સટ્ટા બેટીંગનો પર્દાફાશ કરતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ; બેટિંગના મુદ્દામાલ સાથે ૪ આરોપીઓ ઝડપાયા

0
237

ભરૂચ:

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક સંદીપ સિંહનાઓની સૂચના હેઠળ અને હાલમાં ચાલી રહેલ ક્રિકેટ હિરો નિડાહસ ટ્રોફી-૨૦૧૮ ની ત્રિકોણીય ટી-૨૦ સિટીઝ ચાલતી હોઈ અને તેના પર કેટલાંક જુગારિયા મેચની હાર જીતનો, મેચ પર રન, ફોર-સિક્સ, વિકેટ વિગેરે પર ઓનલાઈન જુગાર રમતાં હોઈ જેની મળેલ બાતમીના આધારે ભરૂચ એસ. ઓ.જી પોલીસ ઈસ્પેક્ટર પી. એન.પટેલ તથા પી.એસ.આઈ કે.એમ.ચૌધરી અને એસ.ઓ.જી ટીમના માણસોએ પાલેજ ખાતે રહેતા અઝરુદ્દીન બાલાસાહેબ અફઘાન તેના ઘરમાં બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે લાઈવ રમાતી મેચ પર મોબાઈલ ફોન પરથી ક્રિકેટ સટ્ટોની રમત રમાંડતો હોઈ તેના ઘરે દરોડો પડતાં (૧) અઝરુદ્દીન બાલાસાહેબ અફઘાન, રહે. પાલેજ ખાનસાબ પાર્ક, (૨) સોહેલ બાલા સાહેબ અફઘાન રહે, પાલેજ, ખાનસાબ પાર્ક, (૩) સલીમશા રૂસ્તમશા દિવાન રહે, જલારામ નગર, ગુજરાત સ્કૂલની પાછળ, કરજણ અને (૪)સફિક અલી પટેલ, રહે, અંકુર સોસાયટી, પાલેજનાઓ રંગે હાથે સટ્ટો રમતા ઝડપાઈ ગયા હતાં. પોલીસે તેમની પાસેથી ક્રિકેટ સટ્ટાના સાધનમાં મોબાઈલ, લેપટોપ, કેલ્ક્યુલેટર, હિસાબ ડાયરી, ટી.વી વગેરે તથા રોકડા રૂપિયા કુલ મળી કિંમત રૂપિયા ૭૪,૩૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી વધું તાપસ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી ચલાવી રહ્યા છે.
એસ.ઓ.જી દ્રારા ક્રિકેટ સટ્ટા પર પાડવામાં આવેલ દરોડા થી ભરૂચ જિલ્લામાં સટોડીયામાં ફફટાડ વ્યાપી ગયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY