‘વેસ્ટ ટુ એનર્જી’ માટે વડોદરા કોર્પો. રોજ ૧૦૦૦ મેટ્રિક ટન કચરો આપશે

0
10

વડોદરા,તા.૨૧
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ રૂપિયા ૯૪૫૧ કરોડના ૨૪૨ પ્રોજેક્ટના જે એમઓયુ કર્યા છે. તેમાં સૌથી મોટો ૨૦૦૬ કરોડનો પ્રોજેક્ટ કચરામાંથી વીજળી પેદા કરવાનું વેસ્ટ ટુ એનર્જીનો છે.
નેધરલેન્ડની એક કંપનીએ એમ્સ્ટરડેમ ખાતે વેસ્ટ ટુ એનર્જીનો પ્રોજેક્ટ બનાવ્યો છે. કચરાને પ્રોસેસ કરીને તેમાંથી વીજળી પેદા કરે છે. કચરાના કાર્બન પેદા થતો નથી તેઓ દાવો કરવામાં આવે છે અને રિન્યુએબલ પાવર મળે છે.
આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૦ સુધીમાં ચાલુ કરાશે. તેવી સંભાવના છે જે વીજળી પેદા થશે. તે કોર્પોરેશનને અપાશે. વીજળી કેટલી અપાશે તે અંગેની ટકાવારી હવે પછી નક્કી થશે. આની સાથે સાથે રોજગારીની પણ તકો ઉભી થશે. કચરાના પ્રોસેસની સાથે વીજળી તો મળશે જ પરંતુ કુદરતી ખાતર પણ બનાવાશે. પીપીપી ધોરણે આ પ્રોજેક્ટ બનશે. જેમાં કોર્પોરેશનને કોઇ રોકાણ કરવાનું નથી પરંતુ પ્રોજેક્ટ માટે જમીન આપવાની રહેશે.
વડોદરા કોર્પોરેશન પ્રતિદિન એક હજાર મેટ્રિક ટન ઘન કચરો આ કંપનીને વીજળી પેદા કરવા માટે આપશે. કંપની મોટાભાગે વડોદરા નજીક શેરખી ગામે કચરા માટે નક્કી કરેલી જગ્યા પર નાખશે અહીં આશરે એસી એકટર જમીન છે. જાકે હજી માપણી કરવાની બાકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY