વડોદરા,તા.૨૧
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા ગામ પાસે પીકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યકિતને ગંભીર હાલતમાં ડભોઇ પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં પીકઅપ વાન પણ પલટી ખાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા ડભોઇ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




