પર્થ ટેસ્ટમાં હારતા શમીએ કહ્યું ‘વધુ એક સ્પીનર ઉતારવાની જરૂર હતી’

0
7

ન્યુ દિલ્હી,તા.૨૦
ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં ૧૪૭ રનથી હારી ગયુ, ભારતની હારને લઇને અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. હવે આ મુદ્દે પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બાલર શમીએ ખાસ કારણ દર્શાવ્યુ છે.
શમીએ પર્થ ટેસ્ટમાં હારને લઇને કહ્યું કે, પર્થ ટેસ્ટમાં અમારે વધુ એક સ્પીનર સાથે ઉતરવાની જરૂર હતી, અમારી પાસે એક સ્પીનર હતો તેને સારી બાલિંગ કરી. જાકે હજુ એક સ્પીનર હોત તો અમારી હાર ના થતી.
શમીએ કહ્યું કે અમે ફાસ્ટ બાલિંગના દમ પર મેચમાં ઉતર્યા પણ જીતમાં સ્પીનરની ભૂમિકા કામ કરી ગઇ. ઓસ્ટ્રેલિયન ટીમે સ્પીનરના દમે મેચનો પાસુ પલટી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે, પર્થ ટેસ્ટમાં ચોથા દિવસે તરખાટ મચાવતા મોહમ્મદ શમીએ ૫૬ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. શમીએ મેચમાં સારી લાઇન અને લેન્થથી બાલિંગ કરતાં ઓસ્ટ્રેલિયન બેટ્‌સેમેનો પર અંકુશ રાખ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY