૨૫ લાખનાં દારૂ ભરેલ ટેમ્પા સાથે ડ્રાઈવરની ધરપકડ

0
5

વડોદરા,તા.૨૪
વડોદરા સુરત નેશનલ હાઈવે પર દારૂનો જથ્થો ભરેલો એક ટાટા ટેમ્પો પોલીસે ઝડપી પાડી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે. દમણ ખાતેથી દારૂનો જથ્થો એક ટાટા ટેમ્પો ભરીને વડોદરા તરફ આવવાનો છે. તેવી બાતમી રેન્જ આઇજી આર.આર.સેલ ને મળી હતી. જેના આધારે ગઈ મોડી રાત્રે કરજણ હાઇવે પરના ટોલ નાકા પર પોલીસના માણસો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન બાતમી મુજબનો ટાટા ટેમ્પો આવતા પોલીસે રોકી તેના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મોડા રામ છે. રામ નાયક તેમજ રાજસ્થાનના વિજયનગર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતુ.
પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા દસ લાખ ૮૬ હજારની કિંમતની ૨૬૧૬ દારૂની બોટલો મળી હતી. પોલીસે મોડા નાયકની ધરપકડ કરી દારૂનો જથ્થો, એક મોબાઇલ ફોન તેમજ ટાટા ટેમ્પો મળી ૨૫ લાખ ૬૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૂનો જથ્થો વાપી ખાતેની હોટલ પાસેથી નામની વ્યÂક્તએ ડ્રાઈવરનો મોબાઇલ પર સંપર્ક કરી દમણથી આવ્યો હતો, દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY